JNU હિંસા: મુંબઈમાં 'ફ્રી કાશ્મીર'ના પોસ્ટરથી રાજકીય ભૂકંપ, ફડણવીસે CM ઉદ્ધવ ઠાકરેને લીધા આડે હાથ
જેએનયુ (JNU) માં થયેલી હિંસાના વિરોધમાં ફ્રી કાશ્મિર (Free Kashmir) ના પોસ્ટર પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વર્તમાન સરકારને સવાલોના ઘેરામાં મૂકીને પૂછ્યું કે શું તેમને ફ્રી કાશ્મીર ભારત વિરોધી અભિયાન સહન થાય છે?
Trending Photos
મહારાષ્ટ્ર: મુંબઈ (Mumbai) માં જેએનયુ (JNU) માં થયેલી હિંસા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોમાં એક એવું પોસ્ટર જોવા મળ્યું જેણે રાજકીય ભૂકંપ સર્જી દીધો. આ પોસ્ટમાં મોટા મોટા અક્ષરોએ લખ્યું હતું 'FREE KASHMIR'. આ પોસ્ટરની ફક્ત ભાજપ જ નહી, પરંતુ કોંગ્રેસેના નેતાઓએ પણ ટીકા કરી છે. ફિલ્મ જગતની હસ્તીઓએ પૂછ્યું કે આ પોસ્ટરનું આવા પ્રદર્શનમાં શું કામ છે? મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ઉદ્ધવ સરકારને આડે હાથ લીધી તો કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે પણ સવાલ કર્યાં.
જેએનયુ (JNU) માં થયેલી હિંસાના વિરોધમાં ફ્રી કાશ્મિર (Free Kashmir) ના પોસ્ટર પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વર્તમાન સરકારને સવાલોના ઘેરામાં મૂકીને પૂછ્યું કે શું તેમને ફ્રી કાશ્મીર ભારત વિરોધી અભિયાન સહન થાય છે? દેવેન્દ્ર ફડણવીસે ફ્રી કાશ્મીરના પોસ્ટરવાળા વીડિયોને ટ્વીટ કરીને લખ્યું કે આ કઈ વાતનું પ્રદર્શન છે? ફ્રી કાશ્મીરના નારા કેમ લગાવવામાં આવી રહ્યાં છે? આપણે મુંબઈમાં આ પ્રકારના ભાગલાવાદી તત્વોને કેવી રીતે સહન કરી શકીએ?
Protest is for what exactly?
Why slogans of “Free Kashmir”?
How can we tolerate such separatist elements in Mumbai?
‘Free Kashmir’ slogans by Azadi gang at 2km from CMO?
Uddhav ji are you going to tolerate this Free Kashmir Anti India campaign right under your nose???@OfficeofUT https://t.co/zkWRjxuTqA
— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 6, 2020
ફડણવીસે આગળ લખ્યું કે સીએમ કાર્યાલયથી 2 કિમી દૂર આઝાદી ગેંગે ફ્રી કાશ્મીરના નારા લગાવ્યાં. ઉદ્ધવજી તમે તમારા નાક નીચે ફ્રી કાશ્મીર એન્ટી ઈન્ડિયા કેમ્પેઈનને સહન કેમ કરી શે છે? અત્રે જણાવવાનું કે રવિવારે જેએનયુ પરિસરમાં હું વિદ્યાર્થી અને ટીચર પર કેટલાક નકાબપોશ લોકોએ હુમલો કર્યો. હુમલાના વિરોધમાં મુંબઈની ગેટવે ઓફ ઈન્ડિયા પર 5 જાન્યુઆરીએ જ પ્રદર્શન શરૂ થઈ ગયું. જે સોમવારના પણ ચાલુ રહ્યું. આ દરમિયાન ફ્રી કાશ્મીરના પોસ્ટરો પણ જોવા મળ્યાં જેના કારણે રાજકીય ઘમાસાણ મચી ગયું.
આ બાજુ કોંગ્રેસના નેતા સંજય નિરુપમે પણ આ ફ્રી કાશ્મીરના પોસ્ટર પર આપત્તિ જતાવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આવા પોસ્ટરો દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને બદનામ કરી શકે છે. નિરૂપમે કહ્યું કે આંદોલનકારીઓએ સાવધાની રાખવી પડશે. જેએનયુ હિંસાને કાશ્મીરની આઝાદી સાથે શું મતલબ છે? સંજય નિરૂપમે ટ્વીટ કરી કે આવા પોસ્ટરો દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને બદનામ કરી શકે છે. આંદોલનને ભ્રમિત કરી શકે છે. આંદોલનકારીઓએ સાવધાની વર્તવી પડશે. #JNUVoilenceને કાશ્મીરની આઝાદી સાથે શો મતલબ? કોણ છે આ લોકો? કોણે ગેટવે ઓફ ઈન્ડિયા પર મોકલ્યા આ લોકોને? સારું એ રહેશે કે સરકાર તેની તપાસ કરાવે.
જુઓ LIVE TV
જેએનયુ વિદ્યાર્થીઓ પર હુમલાના વિરોધમાં સોમવારે મુંબઈથી હુતાત્મા ચોકથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધી માર્ચ કાઢવામાં આવી. જેમાં આઈઆઈટી બોમ્બ, ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ ઉપરાંત અનેક બીજી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સામેલ થયાં. વિરોધ પ્રદર્શનોમાં મશહૂર ફિલ્મી હસ્તીઓ પણ જોવા મળી. પ્રદર્શનોમાં સામેલ વિદ્યાર્થીઓએ કહ્યું કે આજે આ જેએનયુ સાથે થયું કાલે કોઈ બીજા સાથે થશે અને પછી અમારી સાથે પણ થઈ શકશે. આવામાં તેના વિરુદ્ધ અવાજ ઉઠવો જરૂરી છે. રેલી દરમિયાન અમને જોઈએ આઝાદી, તાનાશાહી નહીં ચાલે જેવા નારા પણ લાગ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે